Registration

Workshop for research students: Potential research topics in Indian Heritage

Workshop for research students: Potential research topics in Indian Heritage
VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY HRD HALL, UDHANA - MAGDALLA RD, SURAT, GUJARAT 395007
28-06-2022
12:00:00

વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ તરીકેનું ગૌરવ ધરાવતી ભારત વર્ષની સનાતન વૈદિક સંસ્કૃતિની ગહનતા અને વિસ્તાર અસાધારણ છે. સદીઓ જ નહીં પરંતુ સહસ્ત્રાબ્દીઓ સુધી બહુવિધ ક્ષેત્રમાં આ ભૂમિ પર થયેલી જ્ઞાનની ખોજ દ્વારા વિશ્વને મળેલાં પ્રદાનો કાલાતીત છે. સાહિત્ય, સંગીત અને સ્થાપત્યકળાથી આરંભી આયુર્વેદ, યોગ,ખગોળવિદ્યા તેમજ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન કે તત્વજ્ઞાનનાં ક્ષેત્રો સુધી આજે પણ વિશ્વમાં આ સંસ્કૃતિએ આપેલું જ્ઞાન આધારભૂત અને અદ્વિતીય ગણાય છે.


ભારત વર્ષના આવા અગાધ જ્ઞાનસાગરના પેટાળમાં એવાં અગણિત મોતીઓ છુપાયેલાં છે, જેની ચમકથી આજનું વિશ્વ અપરિચિત છે. આ ગૌરવને વિશ્વ સમક્ષ છતું કરે તેવાં સંશોધનો માટે વિપુલ અવકાશ છે. આ સંસ્કૃતિમાં વણખેડાયેલા અનેક વિષયો નિષ્ઠાવાન અને મહેનતુ સંશોધકોની પ્રતીક્ષા કરી રહ્યા છે. આવાં ક્ષેત્રોમાં અભ્યાસ કરી શકાય તેવું વિપુલ સાહિત્ય તથા આધારભૂત સ્રોત આજે પણ ઉપલબ્ધ છે.
વિશ્વવિદ્યાલયના શોધછાત્રોને આવા વિષયોનો પરિચય થાય તો ભારતીય જ્ઞાનકોષના અનેક નૂતન આયામો વિશ્વસમક્ષ ઉદ્ઘાટિત કરી શકાય, એવા ઉમદા આશયથી આર્ષ સંશોધન કેન્દ્ર, અક્ષરધામ, ગાંધીનગર તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક વિશિષ્ટ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનુભવી વિદ્વાનો દ્વારા ભારતીય જ્ઞાન પરંપરામાં નિહિત સંશોધન યોગ્ય વિષયોનો ચિતાર રજૂ થશે. આશા છે કે સુજ્ઞ સંશોધકો તથા માર્ગદર્શકો માટે આ વર્કશોપ નવી દિશા ઉદ્ઘાટિત કરનારું પર્વ બની રહેશે.
આ વર્કશોપમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ છે.